107 - The Small kindnesses - Al-Mā`ūn
1
૧) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે ?
2
૨) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે,
3
૩) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો.
4
૪) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે.
5
૫) જે પોતાની નમાઝથી બેપરવાહ છે.
6
૬) જે દેખાડો કરે છે,
7
૭) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે.