All Islam Directory
1

૧) ગ્રંથવાળાઓ માં ના ઇન્કારીઓ અને મુશરિક લોકો જ્યાં સુધી તેમની પાસે સ્પષ્ટ દલીલ ન આવી જાય અટકનારા ન હતા (તે દલીલ આ હતી કે).

2

૨) અલ્લાહ તઆલાનો એક પયગંબર જે પવિત્ર ગ્રંથ પઢે.

3

૩) જેમાં સાચા અને ઠોસ આદેશો હોય.

4

૪) ગ્રંથવાળાઓ પોતાની પાસે ખુલ્લી દલીલ આવી ગયા પછી પણ (મતભેદ કરીને) અલગ-અલગ થઇ ગયા.

5

૫) તેમને આના સિવાય બીજો કોઇ આદેશ આપવામાં ન આવ્યો કે ફકત અલ્લાહની ઉપાસના કરે. તેના માટે જ દીન ને વિશુધ્ધ રાખે. ઇબ્રાહીમ હનીફ ના દીન ઉપર અને નમાઝને કાયમ કરે. અને ઝકાત આપતા રહે. આ જ છે દીન સાચા પંથનો.

6

૬) નિ:શંક જે લોકો ગ્રંથવાળાઓ માંથી ઇન્કારી થયા અને મુશરિક, સૌ જહન્નમની આગમાં (જશે) જ્યાં તેઓ હંમેશા રહેશે. આ લોકો દુષ્ટતમ સર્જન છે.

7

૭) નિ:શંક જે લોકો ઇમાન લાવ્યા અને સદકર્મો કર્યા આ લોકો શ્રેષ્ઠતમ સર્જન છે.

8

૮) તેમનું ફળ તેમના પાલનહાર પાસે હંમેશા રહેનારી જન્નતો છે, જેમની નીચે નહેરો વહી રહી છે. જેમાં તેઓ હંમેશાહંમેશ રહેશે. અલ્લાહ તઆલા તેમના થી ખુશ થયો અને તે તેનાથી ખુશ થયા. આ છે તેના માટે જે પોતાના પાલનહાર થી ડરે.