ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) પઢો પોતાના પાલનહારના નામથી જેણે સર્જન કર્યુ.

2

૨) જેણે માનવીનું જામી ગયેલા લોહીથી સર્જન કર્યુ.

3

૩) તમે પઢતા રહો તારો પાલનહાર અત્યંત ઉદાર છે.

4

૪) જેણે પેન મારફતે (જ્ઞાન) શીખવાડયું.

5

૫) જેણે માનવીને તે શીખવાડયું જેને તે ન જાણતો હતો.

6

૬) ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.

7

૭) એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.

8

૮) ખરેખર પાછા ફરવું તારા પાલનહાર તરફ છે.

9

૯) તેને પણ તે જોયો જે બંદાને અટકાવે છે.

10

૧૦) જ્યારે કે તે બંદો નમાઝ પઢે છે.

11

૧૧) શું બતાઓ તો, તે સત્ય માર્ગ તરફ હોય.

12

૧૨) અથવા તો સંયમતાનો આદેશ આપતો હોય.

13

૧૩) તમારો શું ખ્યાલ છે, અગર આ જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય તો.

14

૧૪) શું તેણે નથી જાણ્યું કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.

15

૧૫) કદાપિ નહીં, અગર આ બચતો ન રહ્યો તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.

16

૧૬) એવુ કપાળ જે જુઠ્ઠુ પાપી છે.

17

૧૭) તે પોતાના ટેકેદારોને બોલાવી લે.

18

૧૮) અમે પણ (જહન્નમના) રખેવાળને બોલાવી લઇશું.

19

૧૯) સાવધાન ! તેની વાત કદાપિ ન માનશો. અને સજદો કરો,અને નિકટ થઇ જાઓ.