1
૧) સોગંદ છે અંજીર અને જેતૂનના.
2
૨) અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ).
3
૩) અને તે શાંતિવાળા શહેરના.
4
૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.
5
૫) પછી તેને નીચા માં નીચો કરી દીધો.
6
૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય.
7
૭) બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે.
8
૮) શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી.