1
૧) સોગંદ છે પ્રકાશિત સમયનાં.
2
૨) અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.
3
૩) ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે.
4
૪) નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે.
5
૫) તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો.
6
૬) શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું ?
7
૭) અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.
8
૮) અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા ?
9
૯) બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો.
10
૧૦) અને ન માંગવાવાળા ને ધુત્કારો.
11
૧૧) અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.