ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) તેણે ભવા ચઢાવ્યા, અને મોં ફેરવી લીધું.

2

૨) (એટલા માટે) કે તેની પાસે એક અંધ આવી ગયો.

3

૩) તમને શું ખબર કદાચ તે પવિત્રતા પ્રાપ્ત કરતો.

4

૪) અથવા શિખામણ સાંભળતો અને તેને શિખામણ લાભ પહોંચાડતી.

5

૫) જે લાપરવાહી કરે છે.

6

૬) તેની તરફ તો તમે પૂરતુ ધ્યાન આપી રહ્યા છો.

7

૭) જો કે તેમના ન સુધારવા થી તમારા પર કોઇ દોષ નથી.

8

૮) અને જે વ્યક્તિ તમારી પાસે દોડતો આવે છે.

9

૯) અને તે ડરી (પણ) રહ્યો છે.

10

૧૦) તમે તેની તરફ બેધ્યાન છો.

11

૧૧) કદાપિ નહીં, આ કુરઆન તો એક ઉપદેશ છે.

12

૧૨) જે ચાહે તેનાથી શીખ મેળવે.

13

૧૩) (આ તો) પ્રતિષ્ઠિત શાસ્ત્રો માં (છે).

14

૧૪) જે ઉચ્ચ કક્ષાની અને પવિત્ર છે.

15

૧૫) એવા લખનારના હાથમાં છે.

16

૧૬) જેઓ આદરણીય અને પ્રામણિક છે.

17

૧૭) અલ્લાહની ફિટકાર માનવી પર, તે કેવો અપકારી છે.

18

૧૮) તેનું અલ્લાહએ કઇ વસ્તુથી સર્જન કર્યુ.

19

૧૯) તેને એક ટીપા વડે, પછી અનુમાન પર રાખ્યો તેને,

20

૨૦) પછી તેના માટે માર્ગ સરળ કર્યો.

21

૨૧) પછી તેને મૃત્યુ આપ્યું, અને પછી કબરમાં દફનાવ્યો.

22

૨૨) પછી જ્યારે ઇચ્છશે તેને જીવિત કરી દેશે.

23

૨૩) કોઇ શંકા નથી. તેણે અત્યાર સુધી અલ્લાહના આદેશનું આજ્ઞાપાલનનથી કર્યુ.

24

૨૪) માનવી પોતાના ભોજન તરફ ધ્યાન ધરે.

25

૨૫) નિ:શંક અમે જ મુશળધાર પાણી વરસાવ્યું.

26

૨૬) પછી અમે જ ધરતીને ચીરી ફાડી.

27

૨૭) પછી અમે જ તેમાં અનાજ ઉગાવ્યું.

28

૨૮) અને દ્રાક્ષ અને શાકભાજીઓ.

29

૨૯) અને જૈતૂન અને ખજુરો.

30

૩૦) અને હર્યા-ભર્યા બગીચાઓ.

31

૩૧) અને ફળો તેમજ (ઘાસ) ચારો (પણ) ઉગાવ્યો.

32

૩૨) તમારા અને તમારા પશુઓ ના ફાયદા માટે.

33

૩૩) બસ ! જ્યારે કાન બહેરા કરી નાખનારી (કયામત) આવી જશે.

34

૩૪) તે દિવસે માનવી પોતાના સગાભાઇ થી,

35

૩૫) અને પોતાની માતા તેમજ પિતાથી,

36

૩૬) અને પોતાની પત્નિ તેમજ પુત્રોથી ભાગશે.

37

૩૭) પ્રત્યેક વ્યક્તિને તે દિવસે પોતાની જ પડી હશે.

38

૩૮) તે દિવસે કેટલાય ચહેરા ચમકતા હશે.

39

૩૯) (જે) હસતા તેમજ પ્રફુલ્લિત હશે.

40

૪૦) અને કેટલાય ચહેરાઓ પર તે દિવસે ધૂળ લાગેલી હશે.

41

૪૧) તેમના પર કાળાશ છવાયેલી હશે.

42

૪૨) તેઓ જ જુઠલાવનારા અને દુરાચારી હશે.