1
૧) ખટખટાવી નાખનાર.
2
૨) શું છે તે ખટખટાવી નાખનાર.
3
૩) તને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે.
4
૪) જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.
5
૫) અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.
6
૬) પછી જેના પલ્લા ભારે હશે.
7
૭) તો તેઓ મનપસંદ એશઆરામ માં હશે.
8
૮) અને જેના પલ્લાઓ હલ્કા હશે.
9
૯) તેમનું ઠેકાણું હાવિયહ છે.
10
૧૦) તને શું ખબર કે તે શું છે ?
11
૧૧) ભડકે બળતી આગ (છે).