ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) સોગંદ છે આકાશના અને રાતમાં પ્રગટ થનારના.

2

૨) તમને ખબર પણ છે કે તે રાતમાં પ્રગટ થનાર શું છે ?

3

૩) તે ચમકતો તારો છે.

4

૪) કોઇ (જીવ) એવો નથી જેના ઉપર દેખરેખ રાખનાર (ફરિશ્તા) ન હોય.

5

૫) માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.

6

૬) તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે

7

૭) જે પીઠ અને છાતી વચ્ચેથી નીકળે છે.

8

૮) ચોક્કસપણે તે (અલ્લાહ) તેને ફરીવાર લાવવા પર શક્તિમાન છે.

9

૯) જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.

10

૧૦) તો નહીં હોય તેની પાસે કંઇ શક્તિ, ન સહાયક.

11

૧૧) વરસાદવાળા આકાશના સોગંદ.

12

૧૨) અને ફાટવાવાળી જમીનના સોગંદ.

13

૧૩) વાસ્તવમાં આ (કુરઆન) સંપૂર્ણ ફેસલો કરવાવાળો કલામ છે.

14

૧૪) આ ઠઠ્ઠા-મજાક (ફાયદા વગરની) વાત નથી.

15

૧૫) ખરેખર ઇન્કારીઓ યુક્તિ કરી રહ્યા છે.

16

૧૬) અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.

17

૧૭) તુ ઇન્કારીઓને સમય આપ, તેમને થોડાક દિવસ છોડી દે.