113 - The Daybreak - Al-Falaq
1
૧) તમે કહી દો ! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.
2
૨) દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.
3
૩) અને અંધારી રાત્રિની બુરાઇથી જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.
4
૪) અને ગાંઠ (લગાવીને તે) માં ફુંકનારની બુરાઇથી (પણ).
5
૫) અને ઇર્ષા કરનારાઓ ની બુરાઇથી જ્યારે તે ઇર્ષા કરે.